Connect Gujarat
ગુજરાત

ભાવનગર: લઠ્ઠાકાંડ મામલે હાઇપાવર કમિટીની રચના, મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

બોટાદ અને ધંધુકા પંથકમાં બનેલી ઝેરી દારૂકાંડની ઘટનામાં હાલ જયારે ૬૩ જેટલા લોકો ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

X

બોટાદ અને ધંધુકા પંથકમાં બનેલી ઝેરી દારૂકાંડની ઘટનામાં હાલ જયારે ૬૩ જેટલા લોકો ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને જે પૈકી ભાવનગરમાં જ સારવાર દરમ્યાન ૧૦ લોકોના મોત અને આ ઘટનામાં અત્યારસુધીમાં કુલ ૨૬ લોકોના મોતની પુષ્ટિ તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે આ ગંભીર ઘટનાને પગલે રાજ્યસરકારના મંત્રીઓ તાકીદે ભાવનગર પહોચ્યા હતા અને દર્દીઓની મુલાકાત લીધી હતી જ્યાં આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 26 દર્દીઓના મોત થયા છે. ભાવનગરમાં 18 ક્રિટિકલ અને 12 ડાયાલીસીસ પર છે.

આ તરફ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોઈપણ ચરમબંધીને છોડવામાં નહી આવે. સરકાર કાંઈ છુપાવવા નથી માંગતી. આ સાથે ઉમેર્યું હતું કે, આ રાજનીતિ કરવાનો વિષય નથી. સમગ્ર ઘટનાને લઈ એક હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે.

Next Story