ભાવનગર : સમાજના આગેવાનોને ટિકિટ આપવાની ક્ષત્રીય સમાજની માંગ, નહીં તો કરશે પક્ષ વિરુધ મતદાન !

ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે, ત્યારે હવે વિવિધ સમાજના લોકો પોતાના સમાજના આગેવાનોને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરી રહ્યા છે.

New Update
ભાવનગર : સમાજના આગેવાનોને ટિકિટ આપવાની ક્ષત્રીય સમાજની માંગ, નહીં તો કરશે પક્ષ વિરુધ મતદાન !

ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે, ત્યારે હવે વિવિધ સમાજના લોકો પોતાના સમાજના આગેવાનોને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરી રહ્યા છે. તેવામાં ભાવનગર ખાતે ક્ષત્રીય સમાજની મહિલાઓ દ્વારા સામાજિક-રાજકીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ વિવિધ સમાજના લોકોએ પોતાના સમાજના આગેવાનને ટિકિટ મળે તેવી માંગ કરી રહ્યા છે. છેલ્લા ઘણા લાંબા સમયથી ભાવનગર જીલ્લાની 4 બેઠકો કે, જ્યાં ક્ષત્રીય સમાજનું પ્રભુત્વ છે, ત્યારે હવે તે બેઠકો પર ટીકીટની માંગ કરવામાં આવી છે. ભાવનગર ક્ષત્રીય સમાજના લોકોને રાજકીય પક્ષો દ્વારા ટીકીટ આપવામાં આવે તેમજ સમાજના ઓછા પ્રમાણમાં થતા મતદાન અને ખાસ મહિલાઓ દ્વારા મતદાનની ટકાવારી ઓછી હોય જે બાબતને ધ્યાનમાં રાખી ક્ષત્રિય સમાજ દ્વારા સામાજિક-રાજકીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાવનગર ખાતે ક્ષત્રીય સમાજની મહિલાઓ પણ હવે આગામી ચૂંટણીમાં તેમના સમાજ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કાર્ય કરશે. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે, ભાવનગર પશ્ચિમ-ભાવનગર ગ્રામ્ય-તળાજા અને પાલીતાણા બેઠક કે, જ્યાં ક્ષત્રીય સમાજ ભારે પ્રભુત્વ ધરાવે છે, અને જેના મતદારો ચૂંટણી પરિણામોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જ તેઓએ બેઠકો પૈકી 2 બેઠકો પર તેમના સમાજના આગેવાનને ટીકીટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો ટીકીટ આપવામાં નહીં આવે તો, પક્ષ વિરુધ મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Latest Stories