Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન, શક્તિસિંહ અને ઈશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

ભાવનગર બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે.

X

ભાવનગર મહાનગરપાલિકાની સામે આવેલા શિવ-બ્લેસીંગ ખાતે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભાવનગર બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે.

ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનના કાર્યક્રમમાં બંને પક્ષના નેતાઓ આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી ત્યારબાદ એક સભાનું આયોજન કરાયું હતું જેમાં બંન્ને આગેવાનોએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા

Next Story