Connect Gujarat
ગુજરાત

ભાવનગર : વિધર્મીને મકાન વેચવા મામલે ગીતા ચોકના સ્થાનિકોએ યોજી મશાલ રેલી..!

ભાવનગર શહેરના ગીતા ચોક નજીક સ્થાનિક રહીશો વિધર્મીને મકાન વેચવા બાબતે રોષે ભરાયા હતા

X

ભાવનગર શહેરના ગીતા ચોક નજીક સ્થાનિક રહીશો વિધર્મીને મકાન વેચવા બાબતે રોષે ભરાયા હતા. છેલ્લા ઘણા સમયથી વિધર્મીને મકાન વેચવા બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ મામલે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ભાવનગર શહેરના ગીતા ચોક સહિતના આસપાસના વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં એકઠાં થયા હતા. જેમાં સ્થાનિકો વિધર્મીને મકાન નહીં વેચવા મામલે રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા અહિંસાના માર્ગે વિરુદ્ધ રૂપી મશાલ રેલી વિવિધ વિસ્તારમાં યોજી હતી. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા થાળી નાદ પણ કરવામાં આવ્યો હતો. વડીલોથી લઈ યુવાનો અને નાના ભૂલકાઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. તો બીજી તરફ, વિધર્મીને મકાન ન વેચવા બાબતે ઉશ્કેરાયેલા લોકોએ જય શ્રી રામ, હમારી માંગે પૂરી કરો, અશાંત ધારો લાગુ કરો જેવા નારા પણ લગાવ્યા હતા. વિધર્મીને મકાન વેચવા નહીં અને જો વેચાશે તો તેનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે, અને આ સાથે જ સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Next Story
Share it