Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકોએ મહાનગર પાલિકાને ચાર વર્ષ બાદ વેરો ચૂકવ્યો

સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકોએ મહાનગર પાલિકાને ચાર વર્ષ બાદ રૂપિયા 1.59 કરોડનો મિલકત વેરો ચૂકવ્યો હતો

X

ભાવનગરના સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકોએ મહાનગર પાલિકાને ચાર વર્ષ બાદ રૂપિયા 1.59 કરોડનો મિલકત વેરો ચૂકવ્યો હતો

ભાવનગર મહાનગર પાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં કારપેટ એરિયા કર પદ્ધતિમાં નાણાકીય વર્ષ 2023-24માં કર ઉઘરવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત મહાનગરપાલિકા માં ઉમેરો કરવામાં આવેલ સિદસર વિસ્તારમાં આવતા સ્પોર્ટ કોમ્પ્લેક્ષનો છેલ્લા ચાર વર્ષથી બાકી વેરો ભરવાનો હતો જેને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સંસ્થા દ્વારા એક સાથે રૂપિયા 1.59 કરોડનો મિલકત વેરો ચૂકવ્યો હતો.રિકવરી વિભાગને વર્ષે 1683 મિલકતની જપ્તી ટાંચ વોરંટ દ્વારા રૂ.8.97 કરોડની વેરાની આવક કરી હતી.ભાવનગર મનપાના ઘરવેરા વિભાગ દ્વારા કારપેટ એરિયા કર પદ્ધતિમાં નાણાકીય વર્ષ 2023 24 ના આજ સુધી કુલ આવક 133.94 કરોડ થઈ છે.તેમ છતાં મહાનગર પાલિકાનો કરોડો રૂપિયાનો વેરો રિકવરી કરવાનો બાકી છે

Next Story