ભાવનગર: પ્રિ-મોન્સુન કામગીરી અંગે યોજાય બેઠક, કલેક્ટર દ્વારા અપાયા દિશા નિર્દેશ

કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાયેલી આ બેઠકને સંબોધતાં કલેક્ટર આર. કે. મહેતાએ ચોમાસા પહેલાં વિવિધ વિભાગોએ કરવાના કાર્યોની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી.

New Update
ભાવનગર: પ્રિ-મોન્સુન કામગીરી અંગે યોજાય બેઠક, કલેક્ટર દ્વારા અપાયા દિશા નિર્દેશ

ભાવનગરમાં ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવાં કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા

ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાયેલી આ બેઠકને સંબોધતાં કલેક્ટર આર. કે. મહેતાએ ચોમાસા પહેલાં વિવિધ વિભાગોએ કરવાના કાર્યોની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. જિલ્લા કલેકટરે પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારો , તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા, જી.ઇ.બી., પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લાના શરૂ કરવાના કંટ્રોલ રૂમ શરૂ કરવાં જણાવ્યું હતું. કલેકટ દ્વારા જિલ્લામાં આવેલી નહેરોની સફાઇની કામગીરી ખાસ કરવા જણાવ્યું હતું.

Latest Stories