ભાવનગર : ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારની હવે ખેર નહીં, સ્થળ પર અપાશે ફોટા સાથેનો મેમો.

ભાવનગર જિલ્લા ટ્રાફિક બેડામાં હવે આવી ગયું છે, ઇનોવા ઇન્ટર સેક્ટર.. જેના દ્વારા ઓવર સ્પીડ વાહન, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને સ્થળ પર ફોટા સાથેનો મેમો આપવામાં આવશે.

New Update
ભાવનગર : ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારની હવે ખેર નહીં, સ્થળ પર અપાશે ફોટા સાથેનો મેમો.

ભાવનગર જિલ્લા ટ્રાફિક બેડામાં હવે આવી ગયું છે, ઇનોવા ઇન્ટર સેક્ટર.. જેના દ્વારા ઓવર સ્પીડ વાહન, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને સ્થળ પર ફોટા સાથેનો મેમો આપવામાં આવશે.

વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને સુધારવા અને દંડ આપવા માટે ભાવનગર ટ્રાફિક પોલીસ સાખા દ્વારા ખાસ ટેકનોલોજી સાધનોથી સજ્જ હાઈવે પેટ્રોલ ને ઈન્ટર સેક્ટર દ્વારા હાઈવે ઉપર પેટ્રોલીંગ કરશે. આ ઇનોવા વીડિયો રેકોર્ડીગ તેમજ સ્પિડ ગન સહીતના સાધનોથી સજ્જ છે. ભાવનગર પોલીસ બેડાના ટ્રાફિક શાખાને અતી આધુનિક સાધનોથી સજ્જ 2 વાહન ગાંધીનગરથી ફાળવવામાં આવ્યા છે. જેમાં હાઈવે પેટ્રોલ સાથે એક ઈનોવા ઈન્ટર સેક્ટર ફાળવાઈ છે. જેમાં સ્પિડ ગન અને આધુનિક કેમેરા મુકવામાં આવ્યા છે. સ્પીડ ગનથી હાઈવે ઉપર પુરપાટ ઝડપે પસાર થતા વાહનોની સ્પિડ માપી શકાશે. જેને લઈને ઓવર સ્પિડના કેસ કરવામાં પોલીસને સરળતા રહેશે. તેમજ હેલ્મેટ કેસ, સીલ્ટ બેલ્ટના કેસ, 3 સવારીના કેસ સાથે ટ્રાફિક નિયમનનું ઉલ્લધન થતા કેસ ઈન્ટર સેક્ટરથી કરાશે. આ વાહન ગંભીર અકસ્માત સમયે ઉપયોગી સાબીત થશે. હાઈવે પેટ્રોલ અને ઈન્ટર સેક્ટરમાં એક ડ્રાઈવર, એક હેડ કોસ્ટેબલ અને 2 કોન્સટેબલ સાથે ચાર-ચાર સ્ટાફને મુકવામાં આવ્યો હોવાનું હાઈવે ટ્રાફિક પીએસઆઈએ જણાવ્યુ હતું.

Read the Next Article

અમરેલી : કુકાવાવ નાકા નજીક ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ..!

ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું

New Update
  • શહેરમાં બિનધિકૃત દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર

  • કુકાવાવ નાકા નજીક કરાયા ગેરકાયદેસર બાંધકામ

  • ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલેશન હાથ ધરાયું

  • 310 મીટર જેટલી જગ્યા વહીવટી તંત્રએ ખુલ્લી કરી

  • પોલીસ, PGVCLને સાથે રાખી ડિમોલેશન હાથ ધરાયું

અમરેલીના કુકાવાવ નાકા નજીક કરાયેલ ગેરકાયદેસર બાંધકામ સામે 45ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી 310 મીટર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી.

અમરેલી શહેર તથા જીલ્લામાં કરાયેલા બિનધિકૃત દબાણો પર હાલ દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છેત્યારે અમરેલીના કુકાવાવ નાકા નજીક ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું હતું.

પાલિકા તંત્રએ પોલીસ વિભાગ, PGVCL સહિતની ટીમને સાથે રાખી ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુકાવાવ નાકા પર કોર્નરની 310 મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તો બીજી તરફવહીવટી તંત્રની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.

Latest Stories