ભાવનગર :  મહાનગરપાલિકા દ્વારા 10 દિવસીય 'સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ'નો પ્રારંભ,91 જેટલા વિવિધ સ્ટોલ ઉભા કરાયા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10 દિવસીય સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના જવાહર મેદાન ખાતે આયોજિત આ ફેસ્ટિવલનું તારીખ 5મી ઓક્ટોબરથી 15મી સુધી આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ

  • મનપા દ્વારા કરવામાં આવ્યું છે આયોજન

  • 10 દિવસ સુધી ચાલશે આ મેળો

  • 91 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા

  • વિવિધ સ્પર્ધાઓનું પણ કરાયું આયોજન 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10 દિવસીય સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના જવાહર મેદાન ખાતે આયોજિત આ ફેસ્ટિવલનું તારીખ 5મી ઓક્ટોબરથી 15મી સુધી આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10 દિવસીય સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું તારીખ 5મી ઓક્ટોબરથી તારીખ 15મી ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે,જેનું ઉદઘાટન ભાવનગરના મેયર ભરત બારડ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં કુલ 91 સ્ટોલ રાખવામાં આવ્યા છેજેમાં 26 ફૂડ સ્ટોલનો સમાવેશ થાય છે.

આ મેળાનું આયોજન 7005 ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તેને શોપિંગ બજારફૂડ ઝોનકિડ્સ ઝોન અને એક્ટિવિટી ઝોન એમ ચાર મુખ્ય ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે બાળકોનો રમવાનો એરિયાટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્કિંગએક સ્ટેજ અને 516 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

એક્ટિવિટી ઝોનમાં મહાનગરપાલિકા દ્વારા દરરોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરંપરાગત નૃત્યડ્રોઈંગમહેંદીરંગોળી સ્પર્ધાવાનગી સ્પર્ધા અને ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંતમેળામાં આવનાર લોકો માટે હાસ્ય દરબારહેપી સ્ટ્રીટ જલસા અને સુગમ સંગીત જેવા કાર્યક્રમો પણ યોજાશે. શહેરીજનોને નર્સરી ઝોનમાંથી વિનામૂલ્યે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Latest Stories