ભાવનગર: મહાનગરપાલિકાના રૂ. 96.27 કરોડ, અને શિક્ષણનું રૂ.169.76 કરોડનું બજેટને મંજૂરી આપવામાં આવી

ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભામાં વર્ષ ૨૦૨૩-૨૪ મનપાના ૯૬ કરોડ ૨૭ લાખનું બજેટ મંજૂર કરાયું છે

ભાવનગર: મહાનગરપાલિકાના રૂ. 96.27 કરોડ, અને શિક્ષણનું રૂ.169.76 કરોડનું બજેટને મંજૂરી આપવામાં આવી
New Update

ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભામાં વર્ષ ૨૦૨૩-૨૪ મનપાના ૯૬ કરોડ ૨૭ લાખનું બજેટ મંજૂર કરાયું છે તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૫૯ કરોડ ૧૨ લાખ ૭૭ હજારના બજેટને પણ મંજૂરી આપવામાં આવી છે

ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયાના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ સૂચિત અંદાજપત્ર રજુ થયુ હતુ. જેમા સૌ પ્રથમ ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિનું બજેટ અને ત્યારબાદ મહાનગરપાલિકાનું બજેટ અંગે ચર્ચા કરી હતી ત્યારે નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના બજેટમાં બાળકોને રમત ગમત માટે મેદાનો મળે જેથી સરકારી શાળાના બાળકો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે તેમજ શિક્ષકોના મહેકમને પૂર્ણ કરવામાં આવશે તેમજ ભાવનગર શહેરમાં બાળકોને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળી રહે તેવા હેતુથી વર્ષ ૨૦૨૩-૨૪થી શાળા નં.૬૧ શાસ્ત્રીનગર અને શાળા નં.૨૧ ડાયમંડ ચો ની બંન્ને શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩થી ધોરણ-૧ શરૂ થયેલ છે તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૨ શરૂ થશે. આ બજેટમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે અને શિક્ષણનું સ્તર સુધરે તે માટે ભાવનગર શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં એક રીડીંગ રૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે

ભાવનગર મહાનગરપાલિકા ૨૦૨૩-૨૪ના બજેટને સર્વાનુમતે મંજૂરી આપી હતી ત્યારે વિપક્ષે આ બજેટને વખોડી નાખતા જણાવ્યું હતું કે શહેરના રોડ રસ્તા, પાણી, ડ્રેનેજ બાઇટ, સહિતની પુરેપુરી સુવિધા શહેરને મળતી નથી અને વિકાસના કાર્યો પણ થતા નથી, ફક્ત વાતો જ થાય છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Bhavnagar #Municipal Corporation #budget #approved
Here are a few more articles:
Read the Next Article