-
ખેડૂતવાસમાં યુવકની હત્યાથી ચકચાર
-
જમીન વિવાદમાં યુવકની થઈ હત્યા
-
યુવકની જાહેરમાં જ કરવામાં આવી હત્યા
-
જિલ્લા પોલીસ તંત્ર થયું દોડતું
-
પોલીસના હત્યારાઓની ધરપકડ માટેના પ્રયાસો
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જમીન વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મજૂરી કામ કરતા વિશાલ વાજા નામના યુવકને કેટલાક શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી ફરાર થઈ ગયા હતા.
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલ વાજા ની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. તેઓએ છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિશાલને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ જમીન વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને ઘોઘા રોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.પોલીસે હત્યારાઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.