Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ગૌરી વ્રત નિમિત્તે કુમારિકાઓએ શિવજી તથા પાર્વતી મૈયાની પુજા-અર્ચના કરી

મનગમતો ભરથાર મેળવવા માટે કુમારિકાઓના ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. બીજા દિવસે કુમારિકાઓ શિવાલય ખાતે પહોંચી હતી જયાં ભકિતપુર્વક ભોળાનાથ શંભુ અને પાર્વતીની પુજાઅર્ચના કરી હતી.

ભાવનગર : ગૌરી વ્રત નિમિત્તે કુમારિકાઓએ શિવજી તથા પાર્વતી મૈયાની પુજા-અર્ચના કરી
X

મનગમતો ભરથાર મેળવવા માટે કુમારિકાઓના ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. બીજા દિવસે કુમારિકાઓ શિવાલય ખાતે પહોંચી હતી જયાં ભકિતપુર્વક ભોળાનાથ શંભુ અને પાર્વતીની પુજાઅર્ચના કરી હતી.

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા શિવ મંદિરો ખાતે વ્રતધારી કન્યાઓ પુજા કરવા માટે પહોંચી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુંવારી કન્યાઓ સોળે શણગાર સજી શિવ મંદિરો ખાતે જયા પાર્વતીની પુજા-અર્ચના કરી હતી. બાળાઓના વ્રતનો આજે ત્રીજો દિવસ છે અને પાંચ દિવસ પૂરું થાય એટલે જાગરણની ઉજવણી સાથે વ્રતનું સમાપન થશે. સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે શિવજીને ફૂલ ચડાવી પૂજા કરી હતી, શિવાલયોમાં વ્રતધારી કન્યાઓએ શિવલિંગ ઉપર દૂધ દહીં મધ જેવા પંચામૃત અભિષેક કરી ભગવાન શિવની આરતી ઉતારી હતી. આમ શહેરમાં ગૌરી વ્રતની સાથે સાથે જયાપાર્વતીના વ્રતનો પ્રારંભ થયો હતો.

Next Story