ભાવનગર : ગુજરાતમાંથી એકમાત્ર જાનવી મહેતાએ હાંસલ કરી અનોખી સિદ્ધિ, જુઓ ક્યાં મેળવ્યું સ્થાન..!

ભાવનગરની રબર ગર્લ જાનવી મહેતાએ 2 અલગ અલગ ઈવેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

New Update
ભાવનગર : ગુજરાતમાંથી એકમાત્ર જાનવી મહેતાએ હાંસલ કરી અનોખી સિદ્ધિ, જુઓ ક્યાં મેળવ્યું સ્થાન..!

અમદાવાદમાં યોજાયેલી નેશનલ યોગાસન સ્પર્ધામાં ભાવનગરની રબર ગર્લ જાનવી મહેતાએ 2 અલગ અલગ ઈવેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, ત્યારે જાનવી મહેતાને વિશ્વ મહિલા સશક્તિકરણમાં સ્થાન મળતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી છે.

તાજેતરમાં અમદાવાદ ખાતે તા. 17 અને 18 ડિસેમ્બરના રોજ યોજાયેલી યોજાયેલી 2જી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચૅમ્પિયનશીપ અને નેશનલ યોગાસન સ્પર્ધાનું ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જગદીશ પંચાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેસનના અધ્યક્ષ મહેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં આ રાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ હતી. સરકારના આદેશ મુજબ કોવિડ-19ના નિયમોને ધ્યાને લઈ 250 જેટલા ખેલાડીઓ વચ્ચે લકુલીશ યોગ યુનિવર્સિટીના આંગણે આ સ્પર્ધા યોજાય હતી. ભારતમાંથી કુલ 26 રાજ્યોના 800થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, ત્યારે આ સ્પર્ધામાં ભાવનગરની રબર ગર્લ તરીકે ઓળખાતી જાનવી મહેતાએ 2 ઈવેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ યોગગુરુ આર.જે.જાડેજા, ફેડરેશનના મુખ્ય પદાધિકારી સંતોષ કામદાર, ડો. હર્ષદ સોલંકી, ડો. ભાનુ પંડયા, એન.કે.જાડેજા તેમજ રેતુભા ગોહિલે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ જાનવી મહેતાને વિશ્વ મહિલા સશક્તિકરણમાં સ્થાન મળતા પરિવારમાં ખુશીની લહેર છવાય છે.

Latest Stories