/connect-gujarat/media/post_banners/36408171cf27519e4c3e79710a5cac9b5e4b63253176fe57606cc2b32a3a625a.jpg)
ભાવનગર પોલીસે તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના પાલીતાણા શહેરમાં ખાનગી હોસ્પિટલ ધરાવતા પ્રખ્યાત ડોક્ટરની હોસ્પિટલમાં કામ કરતી યુવતીએ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કહેવાતા પત્રકાર ભાવેશ મકવાણા, ભાવનગરના રાજુ જમોડ અને ગિરગઢડાના સાગર બાલુ ભાલીયા સાથે મળી ડોક્ટર પાસેથી મોટી રકમ પડાવવા કાવતરું રચ્યું હતું, જેમાં યુવતીએ તબીબને પોતાની મોહજાળમા ફસાવી તેની સાથે અશ્લીલ વીડિયો મોબાઈલમાં રેકર્ડ કરી લીધો હતો ત્યારબાદ ભાવેશ, રાજુ અને સાગરે સાથે મળી આ વીડિયો ડોક્ટરને મોકલી રૂપિયા બે કરોડની ખંડણી માંગી હતી અને જો ખંડણી નહીં આપે તો આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ કરી બદનામ કરી દેવાની ધમકી સાથે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.આથી ગભરાયેલા તબીબે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવતી તથા ત્રણ શખ્સો મળી કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નમીનાબાનુ હનિફભાઈ બેલીમ, ભાવેશ રામજી મકવાણા તથા સાગર બાબુ ભાલીયાને ઝડપી લઈ પુછપરછ હાથ ધરવા સાથે નાસત ફરતા રાજુ જમોડને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે.