New Update
ભાવનગરની ચિત્રા GIDC વિસ્તારમાં જન્માષ્ટમીના રોજ પરપ્રાંતિય મિત્રો વચ્ચે પૈસા મામલે થયેલ મારામારીમાં યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારે પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે મારામારીનો બનાવ બન્યો હતો. ચિત્રા GIDC વિસ્તરમાં બે પરપ્રાંતિય મિત્રો વચ્ચે પૈસા મામલે મારામારી સર્જાઈ હતી. જે બનાવમાં સુરજ નામના વ્યક્તિએ સુરેન્દ્ર નામના યુવાનને માથાના ભાગે ધોકો માર્યો હતો ત્યારે સુરેન્દ્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જયા તા.૨૯ ઓગસ્ટના રોજ સુરેન્દ્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી સૂરજને ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી