ભાવનગર : દેશમાં ત્રીજા ક્રમની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી શરૂ,કાર્યાલયનો કરાયો શુભારંભ

ભાવનગરમાં છેલ્લા 40 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. અને આ વર્ષે 27 જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી યોજાશે.

New Update
  • ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી

  • ભાવનગરમાં યોજાય છે ત્રીજા ક્રમની રથયાત્રા

  • છેલ્લા 40 વર્ષથી રથયાત્રાનું કરાય છે આયોજન

  • રથયાત્રા સમિતિ દ્વારા કાર્યાલયનો કરાયો શુભારંભ

  • ભગવાનના દર્શનને લઈને ભક્તોમાં થનગનાટ

ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ અષાઢી બીજના રોજ યોજાશે. સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા ક્રમની રથયાત્રાની તડામાર તૈયારીના ભાગરૂપે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં છેલ્લા 40 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. અને આ વર્ષે 27 જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી યોજાશે. ત્યારે 40મી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો હતો. સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાને એક માસ પહેલા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે તારીખ 1 જૂનને રવિવારના રોજ ભાવનગર શહેરના કાળુભા રોડ સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારંભમાં સંતો-મહંતોરાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories