Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કુંભરવાડામાં ગેસ કનેક્શનની PVC પાઇપનો જથ્થો ભડકે બળ્યો, ફાયર ફાઇટરો દોડ્યા

ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારના ખુલ્લા પ્લોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા

X

ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારના ખુલ્લા પ્લોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા. જોકે, આગના કારણે ગુજરાત ગેસ કંપનીની PVCની પાઇપલાઇન બળીને ખાખ થઈ ગઈ હતી.

ભાવનગર શહેરના કુંભરવાડા ફાટક પાસે આવેલ જવાહરનગર વિસ્તરમાં ખુલ્લા પ્લોટમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. જોકે, સ્થળ પર ખાલી પ્લોટમાં ગુજરાત ગેસના નવા કનેક્શન માટે રાખવામાં આવેલ PVCની પાઇપનો જથ્થો સળગી ઉઠ્યો હતો. જોતજોતામાં આગ વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળે અનેક સૂકા ઝાડવા અને કચરો હતો. જેના કારણે આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. પરંતુ ફાયર ફાઇટરોએ સમય સૂચકતા વાપરી મોટી દુર્ઘટનાને બનતી અટકાવી હતી.

Next Story