ભાવનગર: રેલ્વેટ્રેક પરના ૫૦ વર્ષ જુના પુલ પર ગાબડું પડતા દોડધામ

New Update
ભાવનગર: રેલ્વેટ્રેક પરના ૫૦ વર્ષ જુના પુલ પર ગાબડું પડતા દોડધામ

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર રેલ્વેટ્રેક ઉપરના ૫૦ વર્ષ જુના પુલ પર વરસાદી માહોલમાં માટીનું ધોવાણ થઇ જતા મસમોટું ગાબડું પડ્યું હતું. જેના પગલે રેલવેતંત્ર, નેશનલ હાઈવે ઓથોરીટી, અધિક કલેકટર અને પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. સૌપ્રથમ આ માર્ગનો વાહનવ્યવહાર બંધ કરાવી આ પુલના તાકીદે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર ભાવનગરથી અધેલાઈ તરફ જવાના માર્ગ પર નારી ગામ નજીકના રેલ્વે ટ્રેક ઉપરના ૫૦ વર્ષ જુના પુલ પર વરસાદી માહોલમાં માટીનું ધોવાણ થઇ જતા મસમોટું ગાબડું પડ્યું હતું. આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે ત્યારે આ જુના પુલ પર વહેલી સવારે મસમોટું ગાબડું પડી જતા રેલવેતંત્ર, નેશનલ હાઈવે ઓથોરીટી, અધિક કલેકટર અને પોલીસ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા.

સૌપ્રથમ આ માર્ગ પરનો વાહન વહેવાર બંધ કરાવી અલગ અલગ માર્ગો પર ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા. જયારે આ પુલ નીચેથી ટ્રેન પસાર થતી હોય વધુ કોઈ નુકશાની ન પહોચે અને રેલ્વે વ્યવહાર અટકી ના પડે તેની કાળજીને લઇ તાકીદે આ પુલના રીપેરીંગ અંગેની કાર્યવાહી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને વહેલી તકે આ પુલ પરનું ગાબડું રીપેર કરી ફરી વાહન વ્યવહાર યથાવત થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે આ પુલની બાજુમાં નેશનલ હાઈવેના ફોરલેન માર્ગનું નિર્માણનું કાર્ય શરુ હોય ત્યારે લોકો વહેલી તકે આ નવો હાઈવે કાર્યરત થાય એવી આશા રાખી રહ્યા છે.

Latest Stories