ભાવનગર: તંત્રની દબાણ હટાવો ઝુંબેશ, 44 ગેરકાયદેસર દબાણો કરાયા દૂર

ભાવનગર શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાનુ અભિયાન મહાનગર પાલિકા દ્વારઆ શરૂ કરવામાં આવ્યું છે.

New Update
ભાવનગર: તંત્રની દબાણ હટાવો ઝુંબેશ, 44 ગેરકાયદેસર દબાણો કરાયા દૂર

ભાવનગર શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાનુ અભિયાન મહાનગર પાલિકા દ્વારઆ શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ભાવનગર મહાનગરપાલિકા, એસ્ટેટ વિભાગ દ્વારા કમિશનર તેમજ નાયબ કમિશનરની સીધી સુચના તેમજ દેખરેખ હેઠળ લેવામાં આવેલ રાઉન્ડ દરમિયાન સિંધુનગર, હેમુકલાણી ચોક,સુભાષનગર, ભરતનગર,મહિલ કોલેજ, વગેરે વિસ્તરમાં ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો જોવા મળતા હતા, જેને નિરીક્ષણ બાદ કમિશનર એન.વી. ઉપાધ્યાયની સૂચનાથી 44 જેટલી કેબીનો અને બે પાકા બાંધ કામ દૂર કરવામાં આવ્યા હતા તેમજ ચોક થી સિન્ધુનગર સ્મશાન સુધી વરસાદી પાણીનાં કુદરતી વહેણ માં 600 મીટર ઝાડી - ઝાંખારા -બાવળ દૂર કરી વહેણ ને સ્વચ્છ કરવાનું કામ અંદાજિત 10 ટન કચરો દૂર કરવામાં આવ્યો છે

Latest Stories