/connect-gujarat/media/post_banners/f38609dace65e54df4d27aea8f45d97299923c2a509a0b2014612b4ba5eae9c4.jpg)
ભાવનગરના દર્દીઓને કેન્સરની સારવાર માટે અત્યાર સુધી અમદાવાદ કે અન્ય શહેરોમાં જવું પડતું હતું પણ હવે તેમને ભાવનગરમાં જ કેન્સરની સારવાર મળી શકશે.
ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની ઉપસ્થિતિમાં 32 કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચથી બનેલી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર-જિલ્લામાં દર વર્ષે અંદાજિત ૫૦૦૦ થી વધુ લોકો વિવિધ પ્રકારના કેન્સરનો ભોગ બને છે આ તમામ લોકોને સારવાર માટે અમદાવાદ અથવા અન્ય શહેરોમાં જવું પડે છે ત્યારે હવે તેમને ભાવનગરમાં જ સારવાર મળી રહેશે. નવી હોસ્પિટલ અમરેલી,બોટાદ સહિતના જિલ્લાઓના દર્દીઓ માટે પણ આર્શીવાદરૂપ બની રહેશે.
કેન્સર હોસ્પિટલ ઉપરાંત રૂપિયા ૧૮.૮૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૨૯૨ આવાસોનું લોકાર્પણ, નારી ખાતે રૂપિયા ૫.૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૫ એમ. એલ. ડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂપિયા ૨.૨૫ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરાયેલાં નારી ખાતેનું તળાવ તેમજ દુઃખી શ્યામ બાપા સર્કલથી અધેવાડા તરફની મનપાની હદ સુધી રૂપિયા ૧૦.૯૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સીસીરોડનું પણ મુખ્યમંત્રી સહિતના મહેમાનોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી વિભાવરી દવે સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ હાજર રહયાં હતાં.