Connect Gujarat
ગુજરાત

ભાવનગર : શિક્ષણમંત્રીના જિલ્લામાં જ શાળાઓના ઠેકાણા નથી, ઠોંડામાં ઓરડો ધરાશાયી

રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર જિલ્લામાં જ શાળાઓના ખસ્તાહાલ છે. ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશાયી થઇ જતાં દોડધામ મચી હતી..

X

રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર જિલ્લામાં જ શાળાઓના ખસ્તાહાલ છે. ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશાયી થઇ જતાં દોડધામ મચી હતી..

રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપરાંત કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહયાં છે. આ બંને મંત્રીઓના ભાવનગર જિલ્લામાં જ સરકારી શાળાઓના ખસ્તાહાલ જોવા મળી રહયાં છે. દેશના ભવિષ્ય સમાન બાળકો ભયના ઓથાર હેઠળ જર્જરીત ઓરડાઓમાં શિક્ષણ મેળવી રહયાં છે. રાજયમાં પ્રાથમિક શિક્ષણને વેગ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ માળખાકીય સુવિધાઓની બાબતે સરકારી શાળાઓ હજી પણ પછાત છે. ભાવનગરની વાત કરવામાં આવે તો જિલ્લાની વિવિધ શાળાઓના 54 જેટલા ઓરડાઓ બિસ્માર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થાય તેવા સંજોગો છે. હવે જોઇશું ઉમરાળા તાલુકામાં આવેલાં ઠોંડા ગામે શું ઘટના બની હતી. ઠોંડા ગામે આવેલા શાળામાં 10 જેટલા ઓરડાઓ છે જેમાંથી એક ઓરડાનો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે શાળામાં સ્ટાફ કે બાળકો હાજર નહિ હોવાથી મોટી હોનારત થતાં અટકી હતી....નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિતા દુધરેજીયાએ જણાવ્યું હતું કે ઠોંડા ગામે પ્રાથમિક શાળાઓનો ઓરડાની છત ધરાશાયી થઈ છે. આ ઓરડો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જ હતો, આ શાળામાં 125 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે.

શાળાનો ઓરડો જાણ તંત્ર તથા લોકોને થતાં લોકોના ટોળાં શાળાએ દોડી આવ્યા હતાં. આ બનાવને લઈને ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે તથા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે કે પડી ગયેલી શાળાનો કાટમાળ તત્કાળ દૂર કરી નવી શાળાનું નિર્માણ હાથ ધરવામાં આવે...રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે તે તો આગામી સમય જ બતાવશે.

Next Story