ભાવનગર : સૂકા ગાંજાના જથ્થા સાથે SOGએ કરી એક ઇસમની ધરપકડ...

ભાવનગત SOG પોલીસે 670 ગ્રામ સૂકા ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ભાવનગર : સૂકા ગાંજાના જથ્થા સાથે SOGએ કરી એક ઇસમની ધરપકડ...

ભાવનગત SOG પોલીસે 670 ગ્રામ સૂકા ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર SOG પીઆઇ એસ.બી.ભરવાડ તથા પીએસઆઇ આર.બી.વાધિયાના માર્ગદર્શન અનુસંધાને SOG પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે ભાવનગરના મફતનગર, ખેડુતવાસ સહિતના વિસ્તારોમાં NDPS અંગે દરોડા કરતા 30 વર્ષીય ઇશ્વર વાજા પાસેથી સૂકા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સુકો ગાંજો વજન 670 ગ્રામ જેની કિંમત રૂ. 6,700 તથા મોબાઇલ ફોન, આધારકાર્ડ, સહીત કુલ 7,200 રૂપિયાના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories