ભાવનગર : મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાઇ, રિક્ષા ચાલકને પહોચી ગંભીર ઇજાઓ....

ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો

New Update
ભાવનગર : મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાઇ, રિક્ષા ચાલકને પહોચી ગંભીર ઇજાઓ....

ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાચાલકને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

Advertisment W3.CSS

ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને વહેલી સવારે વેલેન્ટાઈન ડે સર્કલથી સંસ્કાર મંડળ તરફ જવાના માર્ગ પર અકસ્માત નડ્યો હતો. વેલેન્ટાઈન સર્કલથી સંસ્કાર મંડળ તરફ જઈ રહેલી રીક્ષા એક ગાય સાથે અથડાઈ હતી. જે રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર સાથે અથડાઈ હતી. ઘટનાને લઈને રીક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે કોંગ્રેસ પ્રમુખે શાસક પક્ષ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રખડતા ઢોરથી સામાન્ય લોકોના અકસ્માત અનેક થાય છે. જે મનપાને દેખાતા નથી ત્યારે ખુદ પદાધિકારીની કારનો અકસ્માત થતાં કદાચ હવે રખડતા ઢોરમાંથી ભાવનગરને મુક્તિ મળશે તેવા આક્ષેપો કર્યા હતા.