Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોંગ્રેસ દ્રારા મહાપાલિકાની કચેરી ખાતે પાણીનાં પ્રશ્ને માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું

સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે અને હકીકત જૂદી છે. ભાજપ સરકારના શાસનમાં ભાવનગર શહેરમાં ઘણા વિસ્તારમાં પીવાનું પાણી આવતું નથી.

X

ભાવનગર શહેર કોંગ્રેસ દ્રારા મહાપાલિકાની કચેરી ખાતે પાણીનાં પ્રશ્ને માટલા ફોડી વિરોધ કર્યો હતો. ભાવનગર શહેરની મહાપાલિકાની કચેરી ખાતે પાણીનો પ્રશ્ન કાંગ્રેસ દ્વારા માટલા ફોડી ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને નિયમીત પાણી આપવા માંગ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં તેમજ ભાવનગરમાં ભાજપનું શાસન છે. આ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે અને હકીકત જૂદી છે. ભાજપ સરકારના શાસનમાં ભાવનગર શહેરમાં ઘણા વિસ્તારમાં પીવાનું પાણી આવતું નથી.

છતાં પણ ભાજપનાં શાસક વિકાસની વાતાં કરે છે, જે વિસ્તારમાં પાણી આવે છે ત્યાં પણ ખૂબ ઓછા પ્રેસરથી આવે છે જેથી લોકોને ના છુટકે ઇલેટ્રિક મોટર મુકવી પડે છે જેન કારણે લોકોને પાણી બહુ મોંઘુ પડે છે. સમગ્ર ભાવનગરમાં ઇલેટ્રિક મોટર વિના પાણી આવતું નથી. ભાવનગરનાં પ્રજાજનોને ઇલેક્ટ્રિક બિલ તેમજ પાણી બિલ બન્ને ભેગું કરીએ તો લગભગ રૂ.૫૦૦ જેટલો ખર્ચ ફક્ત મહિને પાણી માટે કરવો પડે છે. શહેરનાં કુંભારવાડ , ચિત્રા ફુલસર, સુભાષનગર તેમજ અન્ય વિસ્તારમાં પાણીનો વિકટ પ્રશ્ર કે તેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેરનાં આગેવાન અને કાર્યકરોને હાજર રહ્યા હતા.

Next Story