ભાવનગર: મણાર ગામના તળાવમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચક્ચાર,પોલીસે તપાસ શરૂ કરી

મણાર ગામના તળાવમાંથી બાળકની કટકા કરેલ હાલતે લાશ મળી આવતા મણાર ગામમાં ભારે ખળભળાટ સાથે આખું ગામ સ્તબ્ધ થઇ ગયું હતું.

New Update

ભાવનગરના મણાર ગામના તળાવમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચક્ચાર મચી જવા પામી છે. તળાવમાંથી બાળકનો કટકા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ભાવનગરના તળાજાના મણાર ગામે રહેતા એક પરિવારનો પાંચ વર્ષીય બાળક સવારે સ્કુલે ગયા બાદ લાપતા બન્યો હતો જેની ભારે શોધખોળ કરતા મળી ન આવતા બાળકના પિતા તેમજ પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની તેમજ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

Advertisment

બાદ સમીસાંજે મણાર ગામના તળાવમાંથી બાળકની કટકા કરેલ હાલતે લાશ મળી આવતા મણાર ગામમાં ભારે ખળભળાટ સાથે આખું ગામ સ્તબ્ધ થઇ ગયું હતું. લાશ મળી આવતા અલંગ પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવ બનતા એસ.પી. હર્ષદ પટેલ તેમજ મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી મૃત બાળકની લાશને પી.એમ. માટે ખસેડાયો હતો.

Advertisment
Latest Stories