Connect Gujarat
ગુજરાત

ભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર મારતા સમાજના આગેવાનોનું એસ.પી કચેરીએ હલ્લા બોલ

કુંડવાડી વિસ્તારમાં હીરાની ઓફિસ માંથી હીરા ચોરીની ફરિયાદમાં હીરા ખરીદનાર વેપારીને પૂછપરછ દરમિયાન પોલીસ દ્વારા ઢોર માર મારવાના આક્ષેપ સાથે કોળી સમાજના આગેવાનો એસ.પી.કચેરી પહોંચ્યા હતા.

X

ભાવનગર કુંડવાડી વિસ્તારમાં હીરાની ઓફિસ માંથી હીરા ચોરીની ફરિયાદમાં હીરા ખરીદનાર વેપારીને પૂછપરછ દરમિયાન પોલીસ દ્વારા ઢોર માર મારવાના આક્ષેપ સાથે કોળી સમાજના આગેવાનો એસ.પી.કચેરી પહોંચ્યા હતા.

ભાવનગર શહેરના કુમુદવાડીમાં આવેલ વર્ણી સ્ટાર નામની હીરાની ઓફિસ ધરાવતા નિરવ અણઘણેની ઓફિસમાંથી લોટિંગ મેનેજરે ઓફિસમાંથી એક વર્ષ દરમિયાન કટકે કટકે ૭૦૦ કેરેટ જેટલા હીરાની ચોરી કરી કમળેજના શખ્સને સસ્તા ભાવે વેચી દીધા હોવાનું ખુલતા ઓફિસના મેનેજરે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં હીરા ચોરનાર શખ્સ નિર્મલનગરમાં શૈલેષ મકવાણા નામના હીરા ખરીદનારને વેચ્યા હતા. જે અંગે બોળતલાવ પોલીસ દ્વારા શૈલેષ મકવાણાને ગત તા. 4 ઓગષ્ટના રોજ પૂછપરછ દરમ્યાન ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે કોળી સમાજના આગેવાનો અને શૈલેષ મકવાણાનો પરિવાર એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.

બોરતળાવ પોલીસ મથકમાં ઢોર માર મારવાના આક્ષેપ સાથે રજુઆત કરવા ગયેલ કોળી સમાજના અગ્રણીઓને એસ.પી. નહિ મળતા કચેરીના પટાંગણમાં ધરણા પર બેસી ગયા હતા,ત્યારે સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ દ્વારા આગેવાનોને સમજાવી ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી પાસે રજૂઆત માટે માનવામાં આવ્યા જ્યાં DYSP ચૌધરી દ્વારા યોગ્ય તપાસની બાંહેધરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા.

Next Story