ભાવનગર:દેવગણા ગામનો યુવાન સ્વચ્છતા જાગૃતિ માટે દોડીને ગાંધીનગર જશે,ગ્રામજનોએ કર્યું સન્માન

સ્વચ્છતા જાગૃતિ માટે ભાવનગર જિલ્લાના દેવગણાનો યુવાન ભાવનગરથી ગાંધીનગર સુધી દોડીને જશે અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધરશે.

New Update

સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ આવે અને દેશભરમાં સ્વચ્છતા રાખવા માટે લોકો પ્રેરિત થાય તેવા ઉમદા હેતુથી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ગામના રાવળદેવ પરિવારનો યુવાન ભાવનગર નિલમબાગ પ્રજા વાત્સલ્ય મહારાજ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને નમન કરી ગાંધીનગર સુધી પહોંચસે.બાલકૃષ્ણ પરમાર અગાઉ પણ પર્યાવરણ બચાવો, અંગદાન જાગૃતિ, જેવા અભિયાનમાં દોડ કરીને લોકો સુધી સંદેશ પહોંચાડ્યો હતો.