Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ટ્રેડિશનલ ડ્રેસમાં વૃદ્ધો ગરબે ઘુમ્યા, યુવા વર્ગને પણ શરમાવે તેવા દ્રશ્યો સર્જાયા

X

ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ ૐ સેવાધામ સંસ્થા ખાતે વૃદ્ધ અને વડીલો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વર્ગને પણ શરમાવે તેવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને વૃદ્ધોએ ભારે ઉત્સાહ દર્શાવી માઁ આદ્યશક્તિની આરાધના સાથે ગરબે ઘુમ્યા હતા.

માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે, નવરાત્રી. નવરાત્રીના 9 દિવસ દરમ્યાન માઇભકતો આદ્યશક્તિની જુદી જુદી રીતે આરાધના-ઉપાસના કરતા હોય છે. લોકો નવરાત્રીમાં ગરબાના તાલે રમી અને ગરબાનો આનંદ માણતા હોય છે. હાલ કોરોના મહામારી અંકુશમાં આવતા સરકાર દ્વારા લોકોને શેરી-ગરબા માટે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલી ૐ સેવાધામ સંસ્થા ખાતે પણ વડીલ અને વૃદ્ધો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવક-યુવતીઓની જેમ આ સંસ્થામાં રહેતા વડીલો પણ ગરબે રમી શકે તે માટે સંસ્થાના સંચાલક તેમજ તેમની ટીમ દ્વારા વડીલોને ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર કરી ગરબાના તાલે ગરબા લઇ શકે તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વર્ગને પણ શરમાવે તેવા રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસ પહેરી 80થી 90 વર્ષની આયુને વટાવી ચૂકેલા વૃદ્ધો ગરબાના તાલે ઝુમી ઉઠ્યા હતા, ત્યારે આ દ્રશ્ય જોતાં તેઓએ પોતાના બાળપણના દિવસોને યાદ કરી માતાજી પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો હતો.

Next Story