ભાવનગર : થોરડી ગામે મામાના ઘરે ગયેલી સગીરાની હત્યા, બે આરોપીની ધરપકડ

New Update
ભાવનગર : થોરડી ગામે મામાના ઘરે ગયેલી સગીરાની હત્યા, બે આરોપીની ધરપકડ

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતી સગીરાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે અન્ય સગીરા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. મૃતક સગીરા હત્યાની આરોપી સગીરા તથા તેના પ્રેમીની વાતો ફેલાવતી હોવાથી હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે......

Advertisment

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી તરુણીનો મૃતદેહ ભાવનગરનાં થોરડી ગામના તળાવ પાસેથી વિકૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં મૃતક સગીરાનું નામ ભુમિ ધંધુકીયા હોવાનું અને તે થોરડી ગામે તેના મામાના ઘરે આવી હોવાનું જણાયું હતું. થોરડી ગામે આવેલી સગીરા તારીખ 16મીના રોજથી લાપત્તા બની હતી. બનાવ સંદર્ભમાં થરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. સગીરાની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન પોલીસે શંકાના દાયરામાં આવેલી અન્ય એક સગીરા અને તેના પ્રેમી કાર્તિક ડુંગરાણિયાની સઘન પુછપરછ કરી હતી. પોલીસની આકરી પુછપરછમાં બંનેએ ભુમિની હત્યાના ગુનાની કબુલાત કરી હતી. મૃતક ભુમિ કાર્તિકની વાતો ફેલાવતી હોવાની રીસ રાખી તેની હત્યાનું કાવતરૂ ઘડી કાઢવામાં આવ્યું હતું. ભુમિ થોરડી ગામે ગઇ હોવાની માહિતી મળતાં કાર્તિક અને અન્ય સગીરા પણ થોરડી ગયાં હતાં જયાં ભુમિને તેમણે તળાવના કિનારે બોલાવી હતી. તળાવ પાસે આવેલી ભુમિની કાર્તિક અને તેની પ્રેમિકાએ ગળે ટુંપો થઇ તથા હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઇ ગયાં હતાં. આવો જોઇએ ઘટના વિશે ભાવનગરના એએસપી સફીન હસને શું કહયું......

Advertisment
Latest Stories