ભાવનગર: ન્યૂઝ પેપર એજન્ટની હત્યા કરનાર સગીર સહિત બે આરોપીઓ ઝડપાયા,કારણ જાણી ચોંકી જશો

શહેરના ડોન ચોક વિસ્તારમાં વહેલી સવારે એક વેપારીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી હતી.

New Update
ભાવનગર: ન્યૂઝ પેપર એજન્ટની હત્યા કરનાર સગીર સહિત બે આરોપીઓ ઝડપાયા,કારણ જાણી ચોંકી જશો

ભાવનગર શહેરના મહિલા કોલેજથી ડોન ચોક જવાના રસ્તા પાસે વહેલી સવારે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ન્યૂઝ પેપર એજન્ટની એજન્સી ધરાવતા વેપારીને મોતને ઘાટ ઉતારી દીધો. આ મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં વહેલી સવારે એક વેપારીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી હતી.વહેલી સવારે ઘરેથી નીકળી ડાયમંડ ચોકમાં આવેલી ન્યુઝ પેપર એજન્સી પર જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને આંતરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા.ન્યૂઝ પેપર એજન્સી ધરાવતા પેપર એજન્ટની હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.63 વર્ષીય આધેડ પ્રકાશ રેલીયા નામના વેપારીની કરપીણ હત્યા કરી શખ્સો ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ઘટના CCtvમાં કેદ થઈ હતી જેમાં બે શખ્સો તીક્ષ્ણ હથિયારના ધડાધડ ઘા ઝીંકી વેપારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હત્યાની ઘટના અંગે ડીવાયએસપી આર.આર.સિંધલે જણાવ્યું હતું કે બે શખ્સોએ તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. જેમાં પ્રકાશભાઈ રેલિયાના ઘરે રીનોવેશન કામકાજ ચાલુ હતું જે દોઢ લાખમાં કામ નક્કી થયું હતું, જે પૈકી 1 લાખની રકમ ચૂકવાઈ ગઈ હતી અને 50 હજાર બાકી હતા તે બાકીની લેણી રકમ વારંવાર માંગવા છતાં નહિ આપતા બંને શખ્સો હત્યા કરી નાસી છૂટ્યા હતા.જોકે હત્યા બાદ બંને શખ્સો ઘોઘા રોડ પોલીસ મથકે હાજર થઈ જતાં પોલીસે સગીર સહિત બંને શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

Latest Stories