New Update
/connect-gujarat/media/post_banners/5a3a7ccdf5b3486b2fb8f191a7ec8666e78c2a7660373ba14f25adb4be8e5961.jpg)
ભાવનગરના સીદસર નજીક કેનાલમાં નહાવા પડેલા બે વ્યક્તિઓના ડૂબી જતા મોત નિપજ્યા હતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે
ભાવનગર સીદસર રહેતા 60 વર્ષીય ભોપા બારીયા અને 30 વર્ષીય કાળુ સોલંકી સીદસર પાસે આવેલ બોરતળાવની ભીખડા કેનાલમાં નાહવા માટે પડ્યા હતા પરંતુ ભિકડા કેનાલમાંથી બોરતળાવ તરફ આવી રહેલા ધસમસતા વહેણમાં તણાઈને ડૂબ્યા હતા.ધટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ સ્ટાફ સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને નાળાના પાણીમાં ઉતારી વારાફરતી બંનેના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપતા પાલીસ તંત્રએ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી