ભાવનગર : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું...

મનસુખ માંડવિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે લોકોની સુખાકારી માટે રૂ. 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 2 કરોડના 1 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
  • ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટેના આયોજનો

  • કરોડો રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું આયોજન કરાયું

  • વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું

  • કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયા રહ્યા વિશેષ ઉપસ્થિત

  • અગ્રણી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી 

કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરના સરદારનગર વિસ્તાર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુર્હૂતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે લોકોની સુખાકારી માટે રૂ. 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 2 કરોડના 1 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર ભરત બારડધારાસભ્ય સેજલ પંડ્યાકલેક્ટર આર.કે.મહેતામ્યુન્સિપલ કમિશનર સુજીત કુમાર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories