/connect-gujarat/media/post_banners/5d8053c30aa1e5020a7b91a3e1ac64f4109a3849118bf7caf1f8a6a01f17e588.jpg)
એક તરફ મોંઘવારી એ માજા મુકતા પેટ્રોલ-ડીઝલ, CNG સહિત શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. સાથે જ રાંધણ ગેસના ભાવમાં પણ ધરખમ થતાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગેસના સિલિન્ડરની હરાજી કરી કેન્દ્ર સરકારના વિરોધમાં અનોખી રીતે દેખાવો કરવામાં આવ્યો હતો. અત્રે નોંધવું રહ્યું કે, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ભાજપે ચૂંટણી પ્રચારમાં ફક્ત 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનો વાયદો કર્યો હતો. મોંઘવારી તો ઘટી નહીં પરંતુ હાલના સમયમાં મોંઘવારીએ તો બમણી થઈ ગઈ છે. જીવન જરૂરી ચીજવસ્તુ મોંઘી થતાં લોકોને જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે. જેના કારણે લોકોમાં આપઘાતનું પ્રમાણ પણ વધી ગયું છે. ભાજપ સરકાર ગરીબ વિરોધી સરકાર હોવાના આક્ષેપ સાથે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા શિવજી સર્કલ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.