ભાવનગર તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારમાં અજગરનો વસવાટ છે જ્યાં ખોરાક પાણી મળી રહે તેવા સ્થળે અજગર રહેણાંક જમાવતા હોય છે પરંતુ અમુક સમયે શિકારની શોધમાં ફરતા ફરતા ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી જતા હોવાના બનાવ બની ચૂક્યા છે તેવી જ રીતે તળાજા તાલુકાના સથરા ગામના વાડી વિસ્તારમાં મહાકાય અજગર દેખાયો હતો સથરા ગામના ખેડૂત પ્રતિપાલસિંહ વાળા ની વાડીમાં મહાકાય અજગર દેખાઈ આવતા અને આ વાતની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અજગરને નિહાળવા માટે એકઠા થયા હતા અને આ પ્રકારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જો કે આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું