ભાવનગર શહેરની નજીક આવેલ બુધેલ ગામમાં તલાટી મંત્રી જયેશ ડાભી 4000 રૂપિયા લાંચ લેતો વિડીયો વાયરલ થયો હતો જેને લઇને તલાટી મંત્રીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે ગામના આગેવાનો દ્વારા તલાટીના સમર્થનમાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું
ભાવનગર શહેર નજીક આવેલ બુધેલ ગામના તલાટી મંત્રી જયેશ ડાભી દ્વારા લગ્ન રજીસ્ટર સર્ટિફિકેટ માટે વકીલ પાસેથી 4000 લેતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો વિડીયો વાયરલ થતા ભાવનગર ડીડીઓ પ્રશાંત જીલોવા દ્વારા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે રાત્રે બુધેલ ગામની ગ્રામ પંચાયતની કચેરી બહાર ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે ગામજનો દ્વારા જયેશ ડાભીના સમર્થનમાં ડીડીઓને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ગામમાં ઘણા અસામાજિક તત્વોને કારણે ગામની પ્રજાજન પરેશાન છે ત્યારે જયેશ ડાભી તલાટી મંત્રી ખેડૂતોના હિતમાં અને ગામના હિતમાં કામ કરી રહ્યા હોય જેની અંગત અદાવત અને દાજ રાખીને જુનો વિડીયો પૈસાને લેતીદેતીનો વાયરલ થયો હતો અને આ વીડિયોના આધારે ડીડીઓએ જયેશ ડાભીને સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેની ખરાઈ કરવી જોઈએ અને વીડિયો ઉતારી જયેશભાઈ પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી