ભાવનગર: ઘરની સામે બેસવા બાબતે બોલાચાલીમાં યુવાનની હત્યા,પોલીસે તપાસ શરૂ કરી

ભાવનગર શહેર પાસે આવેલ રૂવાગામે ગત તારીખ 12 ના રોજ પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો

New Update
ભાવનગર: ઘરની સામે બેસવા બાબતે બોલાચાલીમાં યુવાનની હત્યા,પોલીસે તપાસ શરૂ કરી

ભાવનગર એરપોર્ટ પાસે આવેલ રૂવા ગામ પાસે ઘરની સામે બેસવાની બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ શસ્ત્ર અથડામણમાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા દોડધામ મચી જવા પામી હતી.

ભાવનગર શહેર પાસે આવેલ રૂવાગામે ગત તારીખ 12 ના રોજ પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો અને બે જૂથ વચ્ચે હથિયારો વડે મારામારી થઈ હતી જેમાં અજયભાઈ ખાસિયા, રવિભાઈ ઉદેસિંગ પરમાર સહિતનાને લોહિયાળ ઇજા થતાં તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ પોલીસ ને થતા પોલીસ કાફલો રુવા ગામે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો, જોકે, આ બનાવ અંગે સામાપક્ષે પણ પણ પાંચ શખ્સો વિરુદ્ધ માર માર્યો હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ બનાવમાં બંને પક્ષે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સારવારમાં રહેલા રવિ ઉદેસંગભાઈ પરમારનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇ પોલીસે મારામારીના ગુન્હામાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી હતી.