ભુપેન્દ્ર પટેલ સરકારનો નવો નિયમ: કેબિનેટની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓ મોબાઈલ નહીં લઈ જઇ શકે !

રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાય છે. આ બેઠકમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે

ભુપેન્દ્ર પટેલ સરકારનો નવો નિયમ: કેબિનેટની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓ મોબાઈલ નહીં લઈ જઇ શકે !
New Update

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત બાદ રાજ્યમાં ફરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતમાં ફરી સરકાર રચવાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્ટિવ થઈ અને ફાસ્ટ ટ્રેક પર કામગીરી શરૂ કરી દીધી હતી. વડાપ્રધાન મોદીએ સરકારને સાત સૂત્રો પર કામગીરી કરવા સૂચન કર્યું છે. જેનું સરકાર દ્વારા પાલન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવેથી કેબિનેટ બેઠકમાં મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના તમામ સચિવો અને અંગત સચિવોને પણ ફોન લીધા વિના જ આવવું પડશે. આમ કેબિનેટની બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાય છે. આ બેઠકમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. કેબિનેટ બેઠકમાં પ્રથમ મંત્રીઓ વચ્ચે ચર્ચા થાય છે. કેબિનેટ બેઠકમાં અધિકારીઓની જેમાં હવે મંત્રીઓ પણ મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. આગામી મળનારી કેબિનેટ બેઠકથી આ નિયમનું અમલવારી કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં થતી ચર્ચામાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે. આ ઉપરાંત મંત્રીઓ ચાલુ કેબિનેટ બેઠકમાં મોબાઈલનો ઉપયોગ ન કરે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.

મંત્રીઓની ચર્ચા પૂર્ણ થયા બાદ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં ભાગ લે છે. જો કે, અત્યાર સુધીમાં કેબિનેટ બેઠકમાં અધિકારીઓ મોબાઈલ લઈને પ્રવેશ કરી શકતા હતા. આ ઉપરાંત કેબિનેટમાં અધિકારીઓ મોબાઈલનો ઉપયોગ પણ કરી શકતા હતા. હવે મુખ્યમંત્રી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કેબિનેટ બેઠકમાં ભાગ લેવા આવનારા તમામ અધિકારીઓએ પોતાનો મોબાઈલ બહાર જમા કરવો પડશે.

#Gujarat #ConnectGujarat #GujaratConnect #Bhupendra Patel #PoliticsNews #CMO Gujarat #BJP4Gujarat #ભુપેન્દ્ર પટેલ #Gujarat Cabiner
Here are a few more articles:
Read the Next Article