New Update
વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તેઓ સરદાર પટેલને જોવા માટે બપોરે એક વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. બિલ ગેટ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટ પહોંચી સ્થાનિક આદિવાસી મહિલા રિક્ષાચાલકો સાથે સંવાદ પણ કરશે. તેમજ કેફેટેરિયા ચલાવતી મહિલાઓ સાથે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બિલ ગેટ્સ આરોગ્ય વન સહિતના અન્ય સ્થળોની પણ મુલાકાત લેશે. બિલ ગેટ્સ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે તેવું પણ જાણવા મળ્યું છે.આજથી જામનગરમાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું આજથી ત્રણ દિવસનું પ્રિ-વેડિંગ શરૂ થયું છે. ત્યારે બિલ ગેટ્સ તેમાં હાજરી આપવાના છે.
Latest Stories