/connect-gujarat/media/post_banners/50cd4e2bad3eaa028fccd4c12cbd10286e9c663b05fdb042d7034f62cdc87dc2.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે અકસ્માત સર્જાતા બાઇક સવારને ગંભીર ઇજા પહોચી હતી.
ભરૂચ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ-રસ્તા તથા જિલ્લામાંથી પસાર થતો હાઇવે માર્ગ અતિ બિસ્માર બનતા અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર શહેર અને પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ પણ વરસાદના કારણે બિસ્માર બન્યો છે. જોકે, શહેરથી GIDC વિસ્તારમાં અવર-જવર કરવા મોટાભાગના અંકલેશ્વરવાસીઓ આ માર્ગનો ઉપયોગ વધુ કરતાં હોય છે. તેવામાં ગતરોજ આ માર્ગ પરથી પસાર થતાં એક બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. માર્ગ પર પડેલા મસમોટા ખાડાના કારણે અકસ્માત સર્જાતા બાઇક સવારને ગંભીર ઇજા પહોચી હતી, ત્યારે આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત બાઇક સવારને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો, ત્યારે હાલ તો પિરામણ ગામના બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.