/connect-gujarat/media/media_files/2025/03/06/LjEOSLE3DiFYOkM5SPGf.jpg)
ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જિલ્લા પ્રમુખોના નામો જાહેરાત કરવામાં આવી છે. ભાજપ જિલ્લા પ્રમુખો ક્યારેય જાહેર કરશે તે પ્રકારની અનેક અટકળો ચાલતી હતી,પરતું તેની પર હવે પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે. આજે જિલ્લા વાઇઝ ઇન્ચાર્જ વિવિધ જિલ્લામાં મંડળ પ્રમુખોની સો ટકા હાજરીમાં તેમજ રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના મોરચાના પદાધિકારીઓની હાજરીમાં તદુપરાંત રાષ્ટ્રીય અને પ્રદેશ સેલના સંયોજકો સહ સંયોજકો અને જિલ્લા મહાનગરપાલિકાના પદ અધિકારીઓ પ્રભારીઓની હાજરીમાં બેઠકો યોજવામાં આવી રહી છે.
આ બેઠકમાં પ્રદેશ કક્ષાએથી નક્કી થયેલા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ નિયુક્તિનો દોર શરૂ થવાનો છે. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીના રિપોર્ટ સોંપ્યા બાદ પ્રદેશ મુખ્ય ચૂંટણી માટે નિમાયેલા નિરીક્ષક કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત પ્રવાસે આવશે. ગુજરાત પ્રવાસે આવ્યા બાદ પ્રદેશ પ્રમુખના નામો અંતર્ગતનો ચિતાર મેળવશે. ત્યાર બાદ રાષ્ટ્રીય ભાજપ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખના નામ અંગેની જાહેરાત કરવામાં આવશે.
જિલ્લા ભાજપ પ્રમુખોની યાદી:-
ભુરાલાલ શાહ નવસારી
ભરત રાઠોડ સુરત
દશરથ બારિયા મહિસાગર
અનિલ પટેલ ગાંધીનગર
ગીરીશ રાજગોર મહેસાણા
કિર્તીસિંહ વાઘેલા બનાસકાંઠા
ચંદુભાઈ મકવાણા જુનાગઢ
અતુલભાઈ કાનાણી અમરેલી
કિશોરભાઈ ગાવિત ડાંગ
સુરજ વસાવા તાપી
હેમંત કંસારા વલસાડ
પ્રકાશ મોદી ભરૂચ
નીલ રાવ નર્મદા
ઉમેશ રાઠવા છોટા ઉદયપુર
સંજય પટેલ આણંદ
સ્નેહલ ધારિયા દાહોદ
રમેશ સિંધવ પાટણ
શૈલેશ દાવડા અમદાવાદ
દેવજી વરચંદ કચ્છ
કનુભાઈ પટેલ સાબરકાંઠા
ભીખાજી ઠાકોર અરવલ્લી
મયુર ગઢવી દેવભૂમિ દ્વારકા
અલ્પેશ ઢોલરીયા રાજકોટ
જયંતી રાજકોટિયા મોરબી
સંજય પરમાર ગીર સોમનાથ
દિગ્વિજયસિંહ ગોહિલ ભાવનગર
મયુર પટેલ બોટાદ
હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર
વિનોદ ભંડેરી જામનગર
શહેર ભાજપ પ્રમુખોની યાદી:-
ડો. જ્યપ્રકાશ સોની વડોદરા
ગૌરવભાઈ રૂપારેલીયા જુનાગઢ
કુમારભાઈ શાહ ભાવનગર
પરેશકુમાર પટેલ સુરત
ડો.માધવ કે. દવે રાજકોટ
બીનાબેન કોઠારી જામનગર