વર્ષે 2 કરોડ લોકોને રોજગારી આપવાનું વચન પૂર્ણ કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ : કોંગ્રેસ પ્રવક્તા

રાજ્યમાં ઉચ્ચ શિક્ષિત યુવાનો લાંબા સમયથી સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે

New Update
વર્ષે 2 કરોડ લોકોને રોજગારી આપવાનું વચન પૂર્ણ કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ : કોંગ્રેસ પ્રવક્તા

રાજ્યમાં ઉચ્ચ શિક્ષિત યુવાનો લાંબા સમયથી સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે લાંબા સમયથી વિવિધ વિભાગોમાં ખાલી જગ્યા પર ભરતીની પ્રક્રિયા કરવામાં આવતી નથી. છેલ્લા 2 વર્ષમાં 2 કરોડથી પણ વધારે લોકોને રોજગાર આપવાનું વચન કેન્દ્ર સરકારે આપ્યું હતું. પરંતુ ગુજરાતમાં કરોડો યુવાનો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

રાજ્ય અને દેશમાં શિક્ષણ, બેરોજગારી અને મોંઘવારી લઈને વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર હોય કે, રાજ્ય સરકાર બન્ને સામે આકરા પ્રહારો કરવામાં આવતા હોય છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર પર રોજગારી લઈને આક્રમક પ્રહારો કર્યા છે. ગુજરાતમાં વહીવટી માળખા મંજુર જગ્યા 1990ના આધારે વસ્તીની જરૂરિયાત મુજબ અને વર્ષ 2013માં 6.5 કરોડ જનસંખ્યાની જરૂરિયાત પ્રમાણે 10 લાખ કરતા પણ વધુ જગ્યાઓ ખાલી છે. કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે વર્ષે 2 કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. જે વચન પૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સતાદર નિષ્ફળ રહી છે. રાજ્યમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ માં 8 લાખ કરતા પણ વધુ યુવાનો અને યુવતીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી જગ્યાઓની વાત કરવામાં આવે તો રેલ્વેમાં 2.93 લાખ, રક્ષા વિભાગમાં 2.64 લાખ, ગૃહ વિભાગમાં 1.43 લાખ, પોસ્ટ વિભાગમાં 90,050 અને રેવન્યુ વિભાગમાં 80,243 જ્યારે ઓડિટ વિભાગમાં 25,943 જેટલી જગ્યાઓ ખાલી છે.

Latest Stories