અમરેલી: MLAની બદનામી માટે કરાયું કૃત્ય,પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ભાજપના જ આગેવાનોની ધરપકડ

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરીને પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે મામલે પોલીસે કરી ભાજપના જ આગેવાનોની ધરપકડ 

New Update
Advertisment
  • MLA વિરુદ્ધ બોગસ પત્રથી રાજકીય ક્ષેત્રે ચકચાર

  • પોલીસ પાસે હપ્તો લેતા હોવાનો પત્રમાં કરાયો ઉલ્લેખ

  • બોગસ પત્ર સોશિયલ મીડિયામાં થયો વાયરલ

  • તા.પં.પ્રમુખના લેટર પેડ અને સિક્કાનો કરાયો ઉપયોગ

  • પોલીસે કરી ભાજપના જ આગેવાનોની ધરપકડ 

Advertisment

 અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ તેમને બદનામ કરતો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો,જે અંગેની ફરિયાદ ગાંધીનગર સુધી કરવામાં આવી હતી,અને ગણતરીના સમયમાં જ પોલીસે એક મહિલા સહિત ભાજપના જ આગેવાનોની પત્ર કાંડમાં ધરપકડ કરી હતી.

અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચાવનાર પત્ર કાંડથી શિસ્ત અને સંસ્કારની વાતો કરતા ખુદ ભાજપની જ છબી ખરડાઈ છે,બન્યું કંઈક એવું હતું કે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો હતો.

જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના લેટર પેડ પર વિધાનસભામાં નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરીને પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો,અને સોશિયલ મીડિયામાં આ પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો.

આ અંગે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે જિલ્લા પોલીસ અધિક્ષકને મળીને રજૂઆત કરી હતી,અને તેઓના લેટર પેડ તેમજ સિક્કો બનાવીને કોઈ શખ્સ દ્વારા કૌશિક વેકરીયા વિરુદ્ધનું લખાણ કર્યું છે.અને અમરેલી પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધીને સાયબર ક્રાઈમઅમરેલી LCB, SOG દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે થયેલા કૃત્યનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ભાજપના નેતા કૌશિક વેકરીયાને બદનામ કરવા ભાજપના જ નેતાનું કાવતરું બહાર આવ્યું હતું.

અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા મુખ્ય આરોપી નીકળ્યો હતો સાથે અમરેલીના જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયાજીતુ બાવચંદ ખાત્રા,અને કોમ્પ્યુટર ઓપરેટ કરતી પાયલ અશ્વિન ગોટીની પોલીસે અટકાયત કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી. 

Latest Stories