BJP સાંસદ રાજેશ ચુડાસમાની જોઈ લેવાની ધમકી, કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

જૂનાગઢના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા છે.ભાજપના સાંસદની જોઈ લેવાની ધમકી બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વળતો જવાબ આપ્યો છે.

New Update

જૂનાગઢના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા છે. ભાજપના સાંસદની જોઈ લેવાની ધમકી બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વળતો જવાબ આપ્યો છે.

જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા થોડા દિવસો પૂર્વે તાલાલા વિધાનસભા બેઠક પર યોજાયેલા પ્રાચી ખાતેના આભાર દર્શન કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાર્ટી હિસાબ કરે કે ના કરે મને જે ચૂંટણીમાં નડ્યા છે તેમને પાંચ વર્ષ નહીં મૂકું. ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાના આ ગર્ભિત ધમકીભર્યા નિવેદનના પગલે વિવાદ સર્જાયો હતો ત્યારે  તાલાલા વિધાનસભા બેઠકના પ્રશ્નાવડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં કોંગી નેતા પુંજા વંશ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. પુંજા વંશે જાહેર મંચ પરથી ભાજપ સાંસદના નિવેદનને વખોડતા ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ, સમય જ્યાં હિસાબ કરવો હોય તમે નક્કી કરો, સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું, કોણ ક્યાં છે એની ખબર પડે.

Latest Stories