દ્વારકા : દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 'અલ મુખ્તાર' નામની બોટ ઝડપાઈ, 4 ઈરાની ક્રૂની ધરપકડ

અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધરીને 'અલ મુખ્તાર' નામની ઈરાની બોટને કરોડોની કિંમતના વિદેશી સિગારેટના જથ્થા સાથે પકડી પાડવામાં આવી

New Update
Indian Coast Guard

દેવભૂમિ દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધરીને 'અલ મુખ્તારનામની ઈરાની બોટને કરોડોની કિંમતના વિદેશી સિગારેટના જથ્થા સાથે પકડી પાડવામાં આવી હતી.

Indian Coast Guard

કોસ્ટગાર્ડને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ જહાજ ભારતીય જળસીમામાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ પ્રવેશી રહ્યું છે. આ બાતમીના આધારે મધદરિયે ઓપરેશન શરૂ કરાયું હતું. સુરક્ષા એજન્સીઓએ 'અલ મુખ્તારબોટને આંતરીને તેની તપાસ હાથ ધરતા જહાજના હોલ્ડમાં ખૂબ જ ચાલાકી પૂર્વક છુપાવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું.

Al Mukhtar Boat

તપાસ દરમિયાન વિદેશી બ્રાન્ડની સિગારેટના 200 જેટલા કાર્ટન મળી આવ્યા હતાજેમાં અંદાજે 1 લાખ પેકેટ હોવાનું ખુલ્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત 2.5 કરોડથી 5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત બોટમાં સવાર 4 ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે વિવિધ એજન્સીઓ દ્વારા આ જથ્થો કયા દેશમાંથી લાવવામાં આવ્યો હતોગુજરાતના દરિયાકાંઠે આ માલ કોને પહોંચાડવાનો હતોસહિતની વિગતો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories