બોટાદ: ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત,લઠ્ઠાકાંડની આશંકા,તપાસ માટે SITની કરાય રચના

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી

New Update
બોટાદ: ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત,લઠ્ઠાકાંડની આશંકા,તપાસ માટે SITની કરાય રચના

બોટાદ જિલ્લાનો બનાવ

ઝેડરી દારૂ પીવાથી 8 લોકોના મોત !

કેટલાક દર્દીઓને સારવાર અર્થે ખસેડાયા

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. જો કે આ સમગ્ર ઘટનામાંને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

દારૂની ઝેરી અસરના કારણે રોજિંદ ગામે 2 લોકોનાં મોત થયાં છે. તો પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ અન્ય 6 લોકોના પણ મોત થયેલા હોવાથી અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોતની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે હાલમાં રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા છે. તેમજ જે લોકોએ દારૂ પીધો છે તેમની તપાસ કરી તેમને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર બરવાળા સરકારી હોસ્પિટલ કર્યા બાદ દર્દીઓને બોટાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ મૃત્યુ અંક વધે તેવી શક્યતા છે.

Latest Stories