Connect Gujarat
ગુજરાત

બોટાદ : 800થી વધુ ખેડૂતોને મળ્યો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ...

ખેડૂત ખેતપેદાશની જાળવણી કરી શકે અને ખેતીની સાધન સામગ્રીનું રક્ષણ કરી શકે તે માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના કાર્યરત છે

X

ખેડૂત ખેતપેદાશની જાળવણી કરી શકે અને ખેતીની સાધન સામગ્રીનું રક્ષણ કરી શકે તે માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના કાર્યરત છે, ત્યારે બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે 800થી વધુ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. આવો જોઈએ વિશેષ અહેવાલમાં કે, કેવી રીતે આ યોજના ખેડૂતોને લાભદાયી બની છે.

આ છે બોટાદ જિલ્લાના ધરતીપુત્ર ખોડીદાસ ચૌહાણનું ખેતર કે, જ્યાં તેમણે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ લઈને ગોડાઉન બનાવ્યું છે. આ ગોડાઉનનો લાભ મળતાં ખોડીદાસ ચૌહાણ પોતાની ખેતપેદાશનો સંગ્રહ કરી શકે છે. આ ઉપરાંત તેઓ ખાતર, બિયારણ અને ખેતઓજારો પણ રાખી શકે છે.

જોકે, ખેડૂતોને ખેતરમાં જે કોઈ માલ ઉત્પાદન થાય તેને વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે રાખી શકે છે. ખાતર, દવા, બિયારણ અગાઉ લાવવાની જરુરિયાત પડી હોય તો લાવીને ગોડાઉનમાં રાખીને તેનો ઉપયોગ કરતાં ખેડૂતોને સારો લાભ ભવિષ્યમાં મળી શકે તેમ છે. બીજો મોટો ફાયદો એ છે કે, અહીંના ગોડાઉનમાં કપાસ વિણ્ય હોય, ચણા કે ઘઉનું ઉત્પાદન સાચવવું હોય અમુક સમય સુધી તો ત્યાં સુધી વ્યવસ્થિત રહી શકે તે માટે વિશાળ ગોડાઉન બનાવવામાં આવ્યું છે. જેથી કહી શકાય કે, મુખ્યમંત્રી પાક સ્ટ્ર્કચર સંગ્રહ યોજના ધરતીપુત્રો માટે આત્મનિર્ભરતાનું સોપાન બની રહી છે.

Next Story