/connect-gujarat/media/post_banners/8bcb420c4c5b441549ed51120152368d9fd60dd9e796c46b579c9d8715f8a429.jpg)
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે શનિવારના પવિત્ર દિને દાદાના સિંહાસનને લાલ અને પીળી ખારેકનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના પવિત્ર દિને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. આ સાથે જ હનુમાનજી દાદાના સિંહાસનને લાલ અને પીળી ખારેકનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 7 કલાકે શણગાર આરતી બાદ મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે હનુમાનજી દાદાના ભવ્ય શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.