/connect-gujarat/media/post_banners/f0111dcfb5e71fd1ee2c3640dd6077fd5a8ea007db576f000d3a6dafa092641c.jpg)
અંકલેશ્વરમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શેમ્પુનું વેચાણ કરતા વેપારીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શેમ્પુનું વેચાણ થતું હોવાનું હિંદુસ્તાન યુનિલિવર કંપનીના પ્રતિનિધિ નયનતારા ડેવિડને માહિતી મળી હતી જેના આધારે તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ સાથે તપાસ કરી હતી. તપાસ દરમ્યાન અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ૐ એજન્સીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તેઓની કંપનીના ડુપ્લિકેટ શેમ્પુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એજન્સીમાંથી રૂપિયા 12 હજારથી વધુની કિમતના 6417 નંગ શેમ્પૂના પાઉચ કબ્જે કર્યા હતા. પોલીસે એજન્સી સંચાલક વિપુલ ઘી વાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.