ગુજરાતમાં વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રા
વિકાસ સપ્તાહની ઉજવણીની કરવામાં આવી શરૂઆત
નરેન્દ્ર મોદી 7 OCT 2001ના દિવસે 14મા મુખ્યમંત્રી બન્યા હતા
વિકાસ સપ્તાહની 15 ઓક્ટોબર સુધી કરવામાં આવશે ઉજવણી
નાગરિકોને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં જોડાવા માટે કરાઈ અપીલ
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના દિવસે ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસયાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતે સર્વગ્રાહી અને વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.
આ વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળ, મુખ્ય સચિવ પંકજ જોષી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લીધી હતી. આ પ્રતિજ્ઞામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રતિજ્ઞામાં દેશના સર્વાંગી વિકાસ, સંસાધનોનો યોગ્ય ઉપયોગ, બંધારણીય મૂલ્યોનું જતન, એકતા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. આ પ્રતિજ્ઞામાં "રાષ્ટ્ર પ્રથમ" અને "હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી" જેવા મંત્રોને જીવનમંત્ર બનાવવાની વાત કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે, ગુજરાતના નાગરિકો પણ આ ભારત વિકાસ પ્રતિજ્ઞામાં જોડાઈ શકે છે. આ માટે સરકારે https://pledge.mygov.in/