Connect Gujarat
ગુજરાત

મધ્ય ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની આન-બાન અને શાનથી ઉજવણી

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની આન- બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી.....

X

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની આન- બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી.....

ગુજરાતમાં 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની દેશભકિતથી નીતરતા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મધ્ય ગુજરાતના મહત્વના જિલ્લા વડોદરામાં પણ ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમ યોજવામાં આવ્યાં. વડોદરામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રભારી મંત્રી પ્રદિપસિંહ પરમારના હસ્તે તિરંગો ફરકાવ્યો હતો.

વડોદરામાં શહેર કોંગ્રેસના ઉપક્રમે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલસીંગ ઠાકોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ તથા સેવાદળના આગેવાનો અને હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહયાં.

વડોદરા સિવાય મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓ ખેડા, આણંદ અને દાહોદમાં પણ પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું. સરકારી કચેરીઓ, શાળાઓ અને સંસ્થાઓ સહિત ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યાં

Next Story