ઉના : વાંસોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત કરશે કેન્દ્ર સરકાર

વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય લક્ષી સેવાઓનુ બારીકાઇથી મૂલ્યાંકન કરી તેને અહેવાલ ભારત સરકારમાં રજુ કરવામાં આવ્યો.

New Update
Vansoj Health and Wellness Centre

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડા ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ  આપે છે ઉના તાલુકાના છેવાડાનુ ગામ વાંસોજ. આ ગામને રાષ્ટ્રીય કક્ષાનો NQAS એવોર્ડ એનાયત કરવામાં આવશે. ગુણવત્તા જ્ઞાન કૌશલ્ય ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતા લક્ષી સ્વાથ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્ય ને લગતી વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રધાન કરવા સબબ વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ભારત સરકાર આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તા યુક્ત કામગીરી કરનાર આયુષ્યમાન આરોગ્ય મંદિર વાંસોજને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીનું મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના તજજ્ઞો દ્વારા વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય લક્ષી સેવાઓનુ બારીકાઇથી મૂલ્યાંકન કરી તેને અહેવાલ ભારત સરકારમાં રજુ કરવામાં આવ્યો.

Vansoj Health and Wellness Centre

જેમાં 91.26% સ્કોર મેળવી વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનુ પ્રમાણપત્ર આપવામાં આવશે. આયુષ્યમાન આરોગ્ય મંદિરને વાંસોજને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ આપવામાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી એન બરૂવા, ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ. એચ ટી કણસાગરા, એપેડમિક મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યેશ ગૌસ્વામી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતર દેલવાડા, પી.એસ.સી આયુષ મેડિકલ ઓફિસર ડૉ. કૃપા દેસાઈ, ગોરાડ જયસુખભાઈ, પારૂલબેન ખાણીયા ,કેયુર દેવમુરારી. અને આયુષ્યમાન આરોગ્ય મંદિર વાંસોજના સી.એચ.ઓ પૂજાબેન સાગઠીયા, એફ.એસ.ડબ્લ્યું. પાયલબેન લાખણોત્રા, એમ.પી.એચ.ડબલ્યુ. ઘનશ્યામભાઇ બારૈયા, ફેસીલીટર  હંસાબેન રામુ તમામ આશા બહેનો તમામ સ્ટાફનું બહુ મૂલ્ય યોગદાન આપ્યુ છે.

Latest Stories